Posts

Showing posts from August, 2024

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Image
 Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ખેરગામ તાલુકાની મહિલા અગ્રણી નેતાઓએ ખેરગામના પોલીસ જવાનોની રક્ષા કવચ માટે રાખડી બાંધી સારા સ્વાસ્થ્યની શુભકામના પાઠવી.

Image
 ખેરગામ તાલુકાની મહિલા અગ્રણી નેતાઓએ ખેરગામના પોલીસ જવાનોની રક્ષા કવચ માટે રાખડી બાંધી સારા સ્વાસ્થ્યની શુભકામના પાઠવી. ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ સહિત બહેનો દ્વારા ભાઈ અને બહેનનો પવિત્ર ગણાતો તહેવાર રક્ષા બંધન નિમિતે ખેરગામ સહિત તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે રાત દિવસ ખડે પગે ઊભા રહી લોકોની રક્ષા કરનારા ખેરગામ પોલીસ મથકના કર્મચારીઓની રક્ષા માટે રક્ષા કવચ રાખડી બાંધી મીઠાઈ ખવડાવી પોલીસ કર્મચારી ભાઈઓનું આરોગ્ય સારું રહે લોકોની રક્ષા કરવાની સાથે તેમની પણ પ્રભુ રક્ષા કરે તેવી કામના કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી તર્પણબેન વણકર,તાલુકા ઉપ પ્રમુખ લીનાબેન અમદાવાદી,તાલુકા પંચાયત સભ્ય મોહિનીબેન પટેલ,રશ્મિબેન ટેલર,મયુરીબેન પટેલ,મમતાબેન પટેલ,પંચાયત સભ્ય અંબાબેન પટેલ,રીટાબેન પટેલ સહિતની બહેનો ઉપસ્થિત રહી હતી.

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
   Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટ