Posts

Showing posts from May, 2024

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Image
 Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Khergam (Achhavani) : આછવણીમાં ધર્માચાર્ય પરભુદાદાએ ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા

Image
   Khergam (Achhavani) : આછવણીમાં ધર્માચાર્ય પરભુદાદાએ ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા

સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા.

Image
       સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા. આજની પેઢી ભલે સુપ્રસિદ્ધ ગીતકાર સંતોષ આનંદજીને નામથી ઓળખતી ન હોય, પરંતુ તેમના દ્વારા લખાયેલા ગીતો દરેક લોકો સાંભળે છે અને ગૂંજે છે. સંતોષ આનંદે તેમના સમયમાં ઘણા અનોખા અને અમર ગીતો લખ્યા છે. એક પ્યાર કા નગમા હૈ, ઝિંદગી કી ના ટૂટે લડી અને મોહબ્બત હૈ ક્યા ચીઝ જેવા ગીતો લખનાર સંતોષ આનંદ હવે વૃદ્ધ થઈ ગયા છે અને હવે તેમની પાસે ફિલ્મો માટે ગીતો લખવાનું કોઈ કામ નથી. શારીરિક રીતે અસહાય સંતોષ આનંદ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તેઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે અને કવિ સંમેલન અને મુશાયરાઓમાં દૂર દૂર સુધી જઈને પોતાના લેખનનો જાદુ બતાવતા રહે છે. આખરે તેને એવું તો શું થયું કે તે અચાનક જ ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ? એવી કઈ ઘટના બની જેણે તેને ભાંગી નાખ્યો? આ બધી બાબતોની ચર્ચા કરતાં પહેલાં, ચાલો તેમની ગીતકાર બનવાની સફર પર એક નજર કરીએ. સંતોષ આનંદનો જન્મ 5 માર્ચ 1939ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સિકંદરાબાદમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી લાયબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર

Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Image
       Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. 

Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ રમતવીર મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા.

Image
           Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ રમતવીર મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા. ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ભારતીય આંતરરાષ્ટ્રીય દોડવીર અને ખેરગામ વિસ્તારનાં અગ્રણી કાર્યકર તથા આગેવાન  લિતેશભાઈ ગાંવિતનાં ભાતૃ સમાન શ્રી મુરલીભાઈ ગાંવિતના  ડાંગ જિલ્લાના એમના નિવાસ સ્થાન  કુમારબંધ ગામ ખાતે એમના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી  વૈવાહીક જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
   Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Chikhli Majigam school : દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં મજીગામની ક્રિશિતા રાઠોડ ત્રીજા સ્થાને

Image
 Chikhli Majigam school :  દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં મજીગામની ક્રિશિતા રાઠોડ ત્રીજા સ્થાને ચીખલી નજીકના મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાયું હતું.નડિયાદના સ્પોર્ટ્સ MARI કોમ્પલેક્ષમાં ૦ થી ૧૬ વર્ષની કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની ક્રિશિતા ધર્મેશભાઈ હળપતિ એ પણ ભાગ લઈ રાજ્યભરના વીસેક જેટલા સ્પર્ધકો વચ્ચે તેમણે ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરતા શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.હતી.ક્રિશિતાને શાળાનાં આચાર્ય ચંદ્રવદનભાઈ ઉપરાંત તેમના  પરિવાર જનો,સ્ટાફ તથા ગામના  આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

નર્મદા જિલ્લા વિશે

 અહીં નર્મદા જિલ્લા વિશે કેટલીક હકીકતો છે  - સ્થાન: નર્મદા જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ ખૂણામાં આવેલો છે. - રચના: તેની રચના 2 ઓક્ટોબર, 1997ના રોજ કરવામાં આવી હતી, અને તેમાં ભરૂચ અને વડોદરા જિલ્લાના ચાર તાલુકાઓનો સમાવેશ થાય છે. - મુખ્ય મથક: રાજપીપળા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે. - વિસ્તારઃ જિલ્લાનો કુલ વિસ્તાર 2,755 ચોરસ કિલોમીટર છે. - વસ્તી: 2011 સુધીમાં, તેની વસ્તી 590,297 છે. - વસ્તી ગીચતા: ચોરસ કિલોમીટર દીઠ 214 રહેવાસીઓ. - સાક્ષરતા દર: 73.29%. - ભાષા: 68.50% વસ્તી ગુજરાતી બોલે છે, ત્યારબાદ વસાવી, હિન્દી અને ભીલી આવે છે. - અર્થતંત્ર: તે દેશના સૌથી પછાત જિલ્લાઓમાંનો એક છે. - તે પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમનું ઘર છે. - સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતી નર્મદા નદી પરથી જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે.

કુકરમુંડા તાલુકા વિશે

 કુકરમુંડા તાલુકા વિશે અહીં કેટલીક વિગતો છે. - કુકરમુંડા તાલુકો ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલું એક વહીવટી મથક છે. - તે તાપી નદીના તટપ્રદેશ અને સાતપુડા પર્વતમાળાની નજીક આવેલું છે. - કુકરમુંડાનો કુલ વિસ્તાર અંદાજે 0.82 ચોરસ કિલોમીટર છે. - કુકરમુંડા અને વ્યારા વચ્ચેનું અંતર લગભગ 110 કિલોમીટર છે, અને સુરતથી લગભગ 178 કિલોમીટર છે. - કુકરમુંડા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા, તલોડા અને શાહદા તાલુકા સાથે સરહદ ધરાવે છે. - સ્વતંત્રતા સેનાની સંતોજી મહારાજનો જન્મ અહીં થયો હતો. - કુકરમુંડા 2014માં તહસીલ બન્યું જ્યારે તેને નિઝર તહસીલથી અલગ કરવામાં આવ્યું. - નંદુરબાર રેલ્વે સ્ટેશન કુકરમુંડાથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલું છે, અને સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. - સુરત એરપોર્ટ કુકરમુંડા (178 કિલોમીટર) માટે સૌથી નજીકનું એરપોર્ટ છે. - રામનવમી ઉજવણી કુકરમુંડામાં વાર્ષિક ઉજવણી છે જેમાં જસવંત ચોકના રામ મંદિરમાં હનુમંતની મૂર્તિ પ્રદર્શિત કરવામાં આવે છે.

Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન.

Image
  Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા તા.૧૯ થી ૨૧ મે, ૨૦૨૪ સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, લીંબડી ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધાના સમાપન પ્રસંગે જિલ્લા કલેકટર કે સી સંપટે ખાસ ઉપસ્થિત રહી સર્વે ખેલાડીઓને ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલો મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં અંડર-૧૭ ભાઈઓની ઝોન મુજબ ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પંચમહાલ જિલ્લાની ટીમ પ્રથમ સ્થાન, ડાંગ જિલ્લાની ટીમ દ્વિતીય સ્થાન અને મોરબી જિલ્લાની ટીમે તૃતિય સ્થાન મેળવ્યું હતું  આ સમાપન પ્રસંગે ઉપસ્થિત કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, લીંબડી મામલતદાર કે.ડી.સોલંકી સોલંકી, ગુજરાત રાજ્ય ખો-ખો હેડ ક

Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.

Image
 Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા. આજ રોજ “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે શપથ ગ્રહણ કર્યાં. @revenuegujarat @InfoGujarat @infotapiadi #antiterrorismday pic.twitter.com/4MV3oJngn5 — Collector & DM-Tapi (@CollectorTapi) May 21, 2024 તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મીઓએ 21મી મે, એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવા તથા આતંકવાદ સામે એકતાનો સંદેશ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વની સામે પડકાર એવા આતંકવાદી પ્રવૃત્તિઓનો દુનિયાભરમાં હજારો લોકો ભોગ બને છે, ત્યારે તાપી જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના યુવાનોને આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર રાખવા, રાષ્ટ્રીય એકતા, અખંડિતાતા અને શાંત

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગૂજરાત ગાર્ડિયન

Image
Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગૂજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મંજ

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

Image
  Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તર

Khergam : તોરણવેરા ગામે આજે કુકણા સમાજ વિકાસ સામાજિક ચિંતન શિબિર યોજાશે

Image
             Khergam :  તોરણવેરા ગામે આજે કુકણા સમાજ વિકાસ  સામાજિક ચિંતન શિબિર યોજાશે ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે કુકણા સમાજ વિકાસ મંડળ ચીખલી ખેરગામ તરફ્થી લગ્ન અને બીજા સામાજિક પ્રસંગોમાં પ્રચલિત ખર્ચાળ અને ખોટી પરંપરામાં સુધારો કરી સામાજિક સમરસતા માટેનો એક ચિંતન શિબિર મંડળ સંચાલિત આશ્રમ શાળામાં રવિવારે સવારે ૯ વાગ્યાથી યોજવામાં આવ્યો છે. લગ્ન અને બીજા પ્રસંગોમાં દેખા-દેખી તથા અનુકરણથી સમાજના અનેક કુટુંબો નિવારી શકાય તેવા બિન જરૂરી ખર્ચા કરી દેવામાં ડૂબી જાય છે. સમાજની રૂઢી પરંપરામાં એકસુત્રતા લાવવી જરૂરી છે. સમાજને ખોટા ખર્ચથી બચાવી એટલીજ રકમ શિક્ષણ અને ધંધા રોજગારમાં રોકી આર્થિક વિકાસમાં વાપરી શકાય. ચતન શિબિરમાં સહભાગી થવા મંડળના પ્રમુખ નવનીતભાઈ ચૌધરી,હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ વિનતી કરી છે.

Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ

Image
   Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ ખેરગામનાં પાટી ગામની ગીતા મંદિર માધ્યમિક શાળા ધો.૧૦ બોર્ડનું ૮૯.૧૮ પરિણામ સાથે શાળામાં ગવળી  હેમાંગીની શૈલેષભાઈ ૭૬.૩૩ટકા સાથે પ્રથમ અને નાયકા રીયાબેન અમ્રતભાઈ ૭૬ટકા સાથે દ્વિતિય અને પટેલ દિયાન્સીબેન શૈલેષભાઈ ૭૪.૩૩ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો . ધો.૧૨ બોર્ડનું પરિણામ ૮૮.૬૭ ટકા સાથે શાળામાં  પ્રથમ ૭૮.૭૧ટકા સાથે ગાયકવાડ માયાબેન સિતારામભાઈ પ્રથમ  ચૌધરી સ્વાતીબેન સુરેશભાઈ ૭૮.૨૮ સાથે દ્વિતિય અને જાદવ શેતલબેન દિપકભાઈ ૭૬.૮પટકા સાથે તૃતિય ક્રમે આવ્યા છે.   શાળા શ્રેષ્ઠ પરિણામથી સમગ્ર શાળામાં અને પાટી ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. આ સફળતા મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો અને નવ નિયુક્ત શાળાના સુકાની રાકેશકુમાર બી પટેલ ને તમામ ગ્રામજનોએ સરપંચ તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ વાલજીભાઈ આર. સોલંકી સાથે શુભેચ્છા પાઠવી હતી.

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

Image
                                                   આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) ત

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

Image
                                 આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો

Image
  Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચોર્યાસી મંદિર પરિસરમાં અખાત્રીજના શુભ દિવસે ૧૦૮ કુંડી યમયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સહભાગી થવા માટે અગાઉ કોસંબા ખાતે દેહશુદ્ધિ કરવામાં આવી હતી. તે ઉપરાંત યજ્ઞ સ્થળે પણ દેહશુદ્ધિ કરવામાં આવી હતી. ધર્મરાજ મંદિરના ભૂદેવો સુમનજી મહારાજ અને તેમના સહાયકોએ યજ્ઞની સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવી હતી. જેમાં પ્રગટેશ્વર ધામ, આછવણીના ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પણ સહયોગ આપ્યો હતો. યજ્ઞની પૂર્વ સંધ્યાએ શિવ પરિવાર દ્વારા ચોર્યાસી મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં સ્થાપિત દેવતાઓને વાજત-ગાજતે શોભાયાત્રા કાઢી વાઘા અર્પણ કરાયા હતા. ધર્મરાજ મંદિરની સંધ્યા આરતીમાં યજ્ઞમાં ઉપસ્થિત સૌ શિવ પરિવારે ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞમાં ઉપસ્થિત શિવ પરિવારે બ્રહ્માણી માતાજીના દર્શન પણ કર્યા હતા. પ્રગટેશ્વર શિવ પરિવારે સુંદર ગરબો તેમજ દમણના પ્રથમ પટેલે શિવ મહિમા સ્ત્રોત્ર રજૂ કર્યો હતો. શ્રુષ્ટિ

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

Image
                                                 Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગ

Vansda: વાંસદા તાલુકાના બારતાડ ગામે ગરીબ ખેડૂત પરિવારની મદદ માટે વાંસદા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રો આગળ આવ્યા.

Image
              Vansda: વાંસદા તાલુકાના બારતાડ ગામે ગરીબ ખેડૂત પરિવારની મદદ માટે  વાંસદા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રો આગળ આવ્યા. વાંસદાના ઉનાઈ નજીક બારતાડ ગામે ખેડૂતના પરિવારના ઘરમાં આગ લાગતા ધરવખરી, બે બકરી બળીને ખાખ થઇ ગઈ હતી. ઘર માલિક પણ આગમાં દાઝી ગયા હતા. આગને કારણે ઘરનું સંપૂર્ણ નુકશાન થયું હતું. પરિવાર રસ્તા ઉપર આવી ગયો હતો. આ કપરા સમયે વાંસદા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રોએ પરિવારને આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં સુનિલ શર્મા, તુલસીદાસ વૈષ્ણવ (પપ્પુજી), જીતુ પરમાર, અનિલ પટેલ, દિવ્યેશ પટેલ, સુનિલ ડાભી, સાજીદ મકરાણી, નટુ પટેલ, નાજુ ભરવાડ, બ્રિજેશ પટેલ, અમિત મૈસુરિયા, ચેતન પટેલ, મહાવીર સિંહ રાજપૂત, મુકેશ દુબે અને શૈલેષ પટેલના સહકાર અને સહયોગથી પરિવારને રોક્ડ સ્વરૂપે આર્થિક મદદ કરી હતી. પીડિત ખેડૂત પરિવારને સામાજિક યુવા કાર્યકર હિરેન ભથવારે પત્રકારોને મદદ કરવા ટેકો આપ્યો છે.

Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ

Image
    Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ શનિવારે ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નવજીવન માધ્યમિક શાળા બહેજનું એસ.એસ.સી.નું પરિણામ ૯૧.૬૭ ટકા આવ્યું હતું જેમાં એ વન ગ્રેડમાં એક, એ ટુ ગ્રેડમાં એક, અને b૧ ગ્રેડમાં એક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળામાં પ્રથમ ક્રમે ચૌહાણ પ્રદીપભાઈ ગુલાબભાઈ ૬૫ ટકા, દ્વિતીય ક્રમે નેવલ જતીન જાન્યાભાઈ ૬૪.૮% અને તૃતીય ક્રમે કાકડ વિનોદભાઈ મુકેશભાઈ ૬૪.૭ ટકા પ્રાપ્ત કરતા શાળાના આચાર્ય રજનીકાંત પટેલ, મંડળના પ્રમુખ સહિતના એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જનતા માધ્યમિક શાળા ખેરગામનું પરિણામ ૬૫.૯૦% આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિની આહીર ધ્રુવી ડાહ્યાભાઈ ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.  ઉત્તર બુન

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

Image
                                                                                         NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત

Khergam janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

Image
  Khergam janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

વલસાડ : લોકસભાની ચુંટણી દરમ્યાન એક વૃદ્ધ દાદીમાએ SP Valsad Dr. Karanraj Vaghela પ્રત્યે વહાલ વરસાવ્યું.

      વલસાડ : લોકસભાની ચુંટણી દરમ્યાન એક વૃદ્ધ દાદીમાએ SP Valsad Dr. Karanraj Vaghela પ્રત્યે વહાલ વરસાવ્યું. SP Valsad interacting with a responsible old lady who seemed very eager to vote - Valsad District - Lok Sabha Election - 2024  #Phase3   #GeneralElections2024 @GujaratCeo @ECISVEEP @DeoValsad @collectorvalsad @SpokespersonECI   pic.twitter.com/Bm1D5ZZ0b7 — District Election Officer Valsad (@DeoValsad)  May 7, 2024 View this post on Instagram A post shared by Suresh Patel (@sbkhergam)

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav) May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv #ChunavKaParv pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari) May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSabhaElection2024

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                                   Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ગામનાં શિક્ષકપુત્ર તરુણભાઈ રમેશભાઈ પટેલે શાળામાં પ્રોજેક્ટર સ્ટેન્ડ ભેટ આપ્યું હતું. આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત  રજૂ કરી શાળા અને શિક્ષકો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કર