Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...
આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.
- Get link
- X
- Other Apps
આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.
ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે.
શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર
- Get link
- X
- Other Apps
Popular posts from this blog
વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો
વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો નવસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે. 'પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.'-પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશિલ ખેડૂત મુકેશભાઇ નાયક છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન સંકલન-વૈશાલી પરમાર નવસારી, તા.૨૪: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના આરંભથી તમામ જિલ્લાઓમાં રસાયણ વગરની ખેતી તરફ જાગૃત ખેડૂતો જોડાઇ રહ્યા છે. દેશી ગાયોની ઓલાદો વધી રહી છે. ખેત પેદાશોની ગુણવત્તા વધી રહી છે. ખેડૂતોને પોતાની ઉત્પાદનનું યોગ્ય વળતળ મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેટ ચેન્જમાં પણ પ્રાકૃતિક ખેતીનો સિંહ ફાળ રહ્યો છે. આ મુહિમને આગળ વધારવામાં નવસારી જિલ્લાના ખેડૂતો પણ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ...
Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો
Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચોર્યાસી મંદિર પરિસરમાં અખાત્રીજના શુભ દિવસે ૧૦૮ કુંડી યમયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સહભાગી થવા માટે અગાઉ કોસંબા ખાતે દેહશુદ્ધિ કરવામાં આવી હતી. તે ઉપરાંત યજ્ઞ સ્થળે પણ દેહશુદ્ધિ કરવામાં આવી હતી. ધર્મરાજ મંદિરના ભૂદેવો સુમનજી મહારાજ અને તેમના સહાયકોએ યજ્ઞની સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવી હતી. જેમાં પ્રગટેશ્વર ધામ, આછવણીના ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પણ સહયોગ આપ્યો હતો. યજ્ઞની પૂર્વ સંધ્યાએ શિવ પરિવાર દ્વારા ચોર્યાસી મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં સ્થાપિત દેવતાઓને વાજત-ગાજતે શોભાયાત્રા કાઢી વાઘા અર્પણ કરાયા હતા. ધર્મરાજ મંદિરની સંધ્યા આરતીમાં યજ્ઞમાં ઉપસ્થિત સૌ શિવ પરિવારે ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞમાં ઉપસ્થિત શિવ પરિવારે બ્રહ્માણી માતાજીના દર્શન પણ કર્યા હતા. પ્રગટેશ્વર શિવ પરિવારે સુંદર ગરબો તેમજ દમણના પ્રથમ પટેલે શિવ મહિમા સ્ત્રોત્ર રજૂ કર્યો હતો. શ્રુષ...
નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે. પરમ ભાગવતકાર પૂ...
Comments
Post a Comment